VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ બાદ પણ ભાજપ નહીં બનાવે પોતાની સરકાર

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો મામલો ફરી એક વખત અટકી પડ્યો છે. રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. અને જે બાદ ભાજપ સરકાર બનાવવા પ્રસ્તાવ રજૂ કરશે નહીં. એટલે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવશે નહીં. મહત્વનું છે કે, શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રીની ખુરશીને લઈ ખેંચતાણ છે.

READ  સુરત અગ્નિકાંડ કેસના 3 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા મૃતકોના પરિવારજનોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદન

ભાજપ પાસે માત્ર 105 બેઠક છે. જો તેને સરકાર બનાવવી છે તો, શિવસેના કે અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરવું પડશે. પરંતુ શિવસેના પોતાના મુખ્યપ્રધાન બનાવવા માગે છે.

Image result for maharashtra

આ પણ વાંચોઃ CM રૂપાણી અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા એક મંચ પર, અયોધ્યા ચુકાદા પર કહી આ વાત

મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ અંગે માહિતી આપી છે. ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ સરકાર માટે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ રજૂ ન કરવાનો એટલે સરકાર ન બનાવવાનો નિર્ણય કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments