આ ભારતીયે ફેસબુકમાં ખામી શોધી અને મેળવ્યા ₹1.10 લાખ રૂપિયા

Indian finds bug in Facebook
Indian finds bug in Facebook

પ્રખ્યાત સોશ્યિલ નેવર્કિંગ સાઈટ ફેસબુક જ્યાં યુઝર્સ પોતાના જીવનની તમામ ક્ષણો ફોટો, વિડિઓ કે કમેન્ટના રૂપે મુકતા હોય છે પણ આ સાઈટ ને પણ હેકર્સ ના અણધાર્યા અટેક થવાનો ખતરો રહેલો છે અને તેનેજ કન્ટ્રોલ કરવા માટે ફેસબુક Bug Bounty નામનો પ્રોગ્રામ ચલાવે છે જેમાં કોઈપણ વ્યક્તિ સાઈટ માં રહેલી ખામીની જાણ કરે તો તે વ્યક્તિને ફેસબુક ઇનામ આપીને પ્રોત્સાહિત કરે કરે છે

READ  અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

આજ પ્રોગ્રામ અંતર્ગત મહારાષ્ટ્રના 21 વર્ષીય શુભમે ફેસબુકની એવી ખામી ને શોધી છે જેને લઈને ફેસબુકે તેને ₹1.10 લાખ રૂપિયા આપ્યા એટલું જ નહિ પણ તેને હોલ ઓફ ફેમ 2018માં સ્થાન પણ આપી.

ક્યું બગ હતું ?

શુભમે ફેસબુક પેજમાં એવું બગ શોધી કાઢયું જે પેજના એડમીનની વિગતોને આસાનીથી જાહેર કરી શકે છે, સામાન્ય રીતે ફેસબુક પેજમાં એડમીન રોલ પ્રાઇવેટ હોય છે પણ શુભમે ફેસબુક ગ્રુપના માધ્યમથી પેજના એડમીનનું નામ શોધ્યું અને ફેસબુકને જાણ કરી. ઉલ્લેખનીય છે કે આ બગ યુઝરની પ્રાઇવસીની વાતમાં ઘણું ગંભીર સાબિત થઇ શકતું હતું,

READ  આજનું રાશિફળ: જાણો વર્ષ 2020નો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે

ફક્ત શુભમજ નહિ પરંતુ અત્યાર સુધી ઘણા ભારતીયોને Bug Bounty પ્રોગ્રામ અંતર્ગત ફેસબુકે ઇનામ આપ્યા છે.

FB Comments