મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

maharashtra cm uddhav thackeray in delhi meetings with pm narendra modi and upa chief sonia gandhi maharashtra CM banya pachi pratham vakhat delhi jai rahya che uddhav thackeray PM Modi ane sonia gandhi ni karse mulakat

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઈ રહ્યા છે. તે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે.

uddhav thackeray government to have floor test today aaje CM uddhav thackeray ni agni parishka bapore 2 vagya sudhi bahumati sabait karse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા વર્ષે નવેમ્બરમાં મુખ્યપ્રધાન બન્યા પછી ઉદ્ધવ ઠાકરેની આ પ્રથમ દિલ્હીની મુસાફરી હશે. જેમાં તે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. શિવસેનાએ તેને શિષ્ટાચાર ભેટ ગણાવી છે. વડાપ્રધાન સાથે મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળશે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેનો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળવાનો કાર્યક્રમ છે.

READ  લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યુ સંકલ્પ પત્ર, કરી આ મોટી જાહેરાતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. GSTને લઈ ખાસ ચર્ચા થશે, કારણ કે મહારાષ્ટ્ર રાજ્યનો જીએસટી કેન્દ્ર સરકાર પાસે બાકી છે, સાથે જ કમોસમી વરસાદના કારણે નુકસાન અને મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં આવેલા પૂરને લઈ મદદ અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી આવી નથી. તેની પર પણ ચર્ચા થશે.

READ  Video: ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, 10 જેટલી મહિલાને નિર્વસ્ત્ર કરીને લેવામાં આવ્યો ફિઝિકલ ટેસ્ટ

 

Oops, something went wrong.
FB Comments