મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર

COVID 19 icmr-revised-strategy-for-covid-19-testing-in-india

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

Railway Tickets Blackmailing Racket Busted in Surat Migrants suffer

આ પણ વાંચો :   વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 64 મોત
કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેની સાથે લોકોને જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 64 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2345 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસની સંખ્યા 28454 છે. મુંબઈમાં જ કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 25500 પહોંચી ગયી છે.

READ  રાજ્યમાં કોરોનાના નવા 1,068 કેસ, કુલ આંકડો 53,631 પર પહોંચ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે કેસ આવી રહ્યાં છે તેની સાથે લોકો સારવાર લઈને સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 1408 લોકો છેલ્લાં 24 કલાકમાં થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11726 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં 4 લાખથી વધારે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 26 હજાર લોકો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન છે.

READ  એરપોર્ટથી નીકળ્યા બાદ ટ્ર્મ્પ રોડ શૉમાં નિહાળી રહ્યાં છે વિવિધ રાજ્યોની ઝાંખી, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments