મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ, 139 લોકોએ ગુમાવ્યો જીવ

maharashtra-coronavirus-patient-updated-figure-24-hours is 2436 jano maharashtra ma corona na nva ketla case nondhaya tamam vigat
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસના સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 139 લોકોનો જીવ ગયા છે. આ મૃત્યુઆંકમાં 75 પુરુષ અને 64 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 34,863 પર પહોંચ્યા,મોતનો આંકડો 1 હજાર 154 પર પહોંચ્યો
news-update-active-cases-mumbai-pune-thane-nashik-aurangabad-amravati-may-27
તસ્વીર પ્રતિકાત્મક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 80229 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 42215 છે. રાજ્યમાં 35156 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1475 દર્દીને રજા આપવામાં આવી છે. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો 2849 લોકોના મોત કોરોનાના લીધે થયા છે.

READ  LRD ભરતી મુદ્દે અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્...પુરૂષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોનાની જીવ ગયો હોય એવા દર્દીની સંખ્યા 1519 છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1149 દર્દીઓ નોંધાયા છે. આમ સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનાથી સ્વસ્થ થવાનો દર 43.81 ટકા જ્યારે મૃત્યુદર 3.55 ટકા છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 26 હજાર 770 છે. જ્યારે 6 હજાર 348 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે.

READ  FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

 

Oops, something went wrong.

 

 

FB Comments