મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના 162 ધારાસભ્યો હાજર છે. ત્યારે આ ત્રણેય પાર્ટી એક હોવાનો સંદેશો સમગ્ર દેશને આપી રહ્યા છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના શું છે તે અમે હવે બતાવીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી અમે તમારી સાથે હતા ત્યારે તમે સમજી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં માત્ર 5 વર્ષ નહીં પણ લાંબા સમય સુધી સરકાર ચલાવવા અમે સાથે આવ્યા છીએ.

READ  રાફેલ મામલે કોંગ્રેસે હવે અપનાવ્યો ધાક ધમકીનો રસ્તો, ધ્યાન રાખજો અમે પણ સત્તામાં આવી શકીએ છીએ !

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાશક્તિ પ્રદર્શન: WE ARE-162 નામથી શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

ઉદ્ધવ ઠાકરે પછી શરદ પવારે સંબોધન કર્યું હતું. શરદ પવારે કહ્યું કે, આ ગઠબંધન થોડા સમય માટે નથી. લાંબા સમય સુધી છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે ખોટી રીતે સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટું ગઠબંધન અને ધારાસભ્યોનું સંખ્યાબળ અહીં છે. કર્ણાટક, ગોવા, મણીપુરમાં બહુમત ન હોવા છતાં પાવરનો ઉપયોગ કરીને સરકાર બનાવી છે. દેશનો ઈતિહાસ બદલાશે જેની શરૂઆત મહારાષ્ટ્રમાંથી થઈ ચૂકી છે.

READ  'વાયુ' વાવાઝોડું દિશા બદલી કચ્છમાં પહોંચે તેવી શક્યતા, જુઓ VIDEO

FB Comments