મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCPના નેતાઓ અજીત પવારને મનાવવા પહોંચ્યા

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક-એક ઘડી નવા પાત્રો સામે આવી રહ્યા છે. NCPનો સાથ છોડી ભાજપની સાથે જનારા અજીત પવારને મનાવવાની કોશિશ ચાલી રહી છે. સોમવારે છગન ભૂજબલ સહિત અનેક NCPના નેતાઓએ અજીત પવાર સાથે મુલાકાત કરી હતી. પરંતુ મનાવવાના દાવમાં નિષ્ફળ ગયા છે. લાંબી મુલાકાત પછી છગન ભુજબલ બહાર નીકળ્યા તો અજીત પવાર પણ વિધાનસભાથી સીધા પોતાના ઘર તરફ રવાના થયા હતા.

READ  કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO

આ પણ વાંચોઃ અમદાવાદના CP તરીકે આશિષ ભાટીયાની સત્તાવાર નિમણૂંક, CID ક્રાઈમનાં વડા તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂંક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સોમવાર સવારે NCP નેતા જ્યારે અજીત પવારને મનાવવા ગયા ત્યારે અજીત પવારને ફરી જોડાવવાની વાત કરી છે. સૂત્રો પ્રમાણે NCPના નેતાઓએ અજીત પવારને એ વાતથી પણ અવગત કર્યા કે, જો ફ્લોર ટેસ્ટ થશે તો, તેમની હાર નિશ્ચિત છે. પરંતુ NCP ચાહે છે કે, અજીત પવાર પરત આવે અને પરિવાર ઉપર પણ કોઈ અસર ન થાય. મહત્વનું છે કે, અજીત પવારને આજે જ ઉપમુખ્યમંત્રીનું પદ સંભાળવા તેમના વિભાગમાં જવાનું હતું. પરંતુ તેઓ જઈ શક્યા નહી. તો બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.

READ  દિલ્હીના શેલ્ટર હોમમાં હેવાનિયત, છોકરીઓના પ્રાઈવેટ પાર્ટમાં લાલ મરચું નાખીને દંડાથી મારતા હતા નરાધમો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments