દેશનો એક માત્ર ખેડૂત કે જેમને પુત્રવધુની વિદાય માટે મોકલ્યું હેલિકોપ્ટર, જુઓ આ Video

લગ્ન એ દરેક યુવક કે યુવતીનું સપનું હોય છે અને તેમાં પણ યુવક રાજકુમારી જેવી યુવતી અને યુવતી રાજકુમાર જેવા યુવક સાથે લગ્ન કરવાના સપના સેવતા હોય છે. ગામડામાં રહેતી યુવતીઓને કિસાન પુત્રની જગ્યાએ નોકરી કરતા કે વ્યવસાય કરતા યુવકો સાથે લગ્ન કરવાની ઇચ્છા હોય છે. કિસાન પુત્ર એવા નિતીન બાબરકેએ પોતાની થનાર પત્ની એશ્વર્યા દેશમુખ માટે તેને લેવા માટે હેલિકોપ્ટર મોકલ્યું. લગ્નના આગલા દિવસે જ નિતીને એશ્વર્યાના ગામમાં હેલિકોપ્ટર મોકલી આપ્યું હતું.

READ  સરકારી બાબુઓના બપોરના ભોજન માટે સરકારે સમયમાં ઘટાડો કરી દીધો, એક કલાકના બદલે માત્ર આટલી મિનિટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નિતીને MBA નો અભ્યાસ કર્યા પછી નોકરી કરવાની જગ્યાએ પોતાના ગામામાં જ આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો નિર્ણય કર્યો. ગામડાઓમાં લગ્ન કરવા માટે પહેલા વરરાજા બળદગાડા લઈને પોતાની પત્નીને લેવા જતા હતા પરંતુ હવે સમયની સાથે લોકો કારનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ આ લગ્નમાં તો દુલ્હનને લેવા માટે કારને બદલે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકો 10 ટકા અનામત આપતા ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી, VIDEO

એશ્વર્યાના કહેવા મુજબ ખેડૂતો પણ હવે હાઈટેક થવા માંડ્યા છે અને કિસાન પુત્ર પણ નોકરીયાત કે વ્યાવસાયિક લોકોની જેમ જ આગળ વધી રહ્યા છે. જ્યારે નિતીનના કહેવા મુજબ તેઓ MBA કરી ખેતીમાં જોડાયા અને આધુનિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. નિતીનના પિતાજીની ઇચ્છા હતી કે તેની પુત્રવધુની વિદાય હેલિકોપ્ટરમાં થાય.

READ  અભિનેત્રી અનુષ્કા શર્મા હવે આ પુસ્તક પર વેબસીરીઝ બનાવશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Man commits suicide over alleged love affair, Surat | Tv9GujaratiNews

FB Comments