શપથ ગ્રહણ બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ કેબિનેટ બેઠક, ખેડૂતોના મુદ્દા પર મોટા નિર્ણયની શક્યતા

maharashtra-first-cabinet-meeting-uddhav-thackeray-government

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમને મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સાંજે 6 વાગ્યે 40 મિનિટ પર શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહ પછી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બેઠકમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

Image result for uddhav thackeray cabinet meeting

 

NCP નેતા જયંત પાટિલે કેબિનેટ બેઠકની જાણકારી આપતા કહ્યું કે રાત્રે ઉદ્ધવ ઠાકરે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રથમ કેબિનેટ યોજી. કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)માં કરવામાં આવેલા વાયદાને લઈ કેબિનેટ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ત્યારે એકનાથ શિંદેએ કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દા પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. CMP હેઠળ નોકરીમાં સ્થાનિક લોકોને 80 ટકા અનામત આપવા માટે કાયદો લાવવામાં આવશે. બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સિવાય નાનર રિફાઈનરી પ્રોજેક્ટ પર પણ ચર્ચા થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા પહેલાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એકનાથ શિંદે CMPની જાહેરાત કરતા કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ પર સરકારનું જોર રહેશે અને તેમને દાવો કર્યો કે 170 ધારાસભ્ય ગઠબંધન સરકારની સાથે છે. શિંદેએ કહ્યું કે બંધારણના મૂળ તત્વોને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે અને તમામ ભાષાને સાથે લઈ આ સરકાર આગળ વધશે. શિંદેએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ જનતાની સાથે નહીં થવા દઈએ.

READ  VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ કરી ભાજપ સામે કર્યા પ્રહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments