શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન, શપથવિધિના દોઢ કલાક પછી કેબિનેટ યોજાશે

maharashtra-first-cabinet-meeting-uddhav-thackeray-government

શિવસેના પ્રમુખ ઉદ્ધવ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન છે. શિવાજી પાર્કમાં સાંજે 6:40 કલાકે શપથ બાદ ઉદ્ધવ ઠાકરે પ્રથમ કેબિનેટ બેઠક કરશે. શપથવિધિના દોઢ કલાક પછી ઉદ્ધવ ઠાકરે કેબિનેટ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં ખેડૂતો મુદ્દે નિર્ણય લઈ શકે છે. સરકારમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ, આર.સી.ફળદુએ પ્રથમ મતદાન કર્યુ

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મંત્રી બનવાના લિસ્ટમાંથી અશોક ચવ્હાણનું નામ બહાર, આ નેતા લેશે શપથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવવા જઈ રહ્યો છે. જેનું આયોજન મોટા સ્તરે કરવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની સાથે NCPના જયંત પાટીલ, છગન ભૂજબલ, કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ, અશોક ચવ્હાણ અને શિવસેના તરફથી એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાંજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પિતરાઈભાઈ છે. થોડા વર્ષો પહેલા તેમને શિવસેનાથી અલગ થઈને તેમની પાર્ટી બનાવી લીધી હતી.

READ  રામ મંદિર નિર્માણને સમર્થન આપવા માત્ર 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ ડાઉનલોન કરી આ કૉલર ટ્યૂન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments