મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારઃ શું રાજ ઠાકરેની પાર્ટી MNSએ પોતાના પિતરાઈ ભાઈને સમર્થન આપ્યું કે નહીં?

maharashtra-floor-test-uddhav-government-aimim-mns-cpi-mlas-support

ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. સરકારના પક્ષમાં 169 ધારાસભ્યોના મત પડ્યા છે. મતલબ બહુમતના નંબરમાં 24 વોટ વધારે મળ્યા છે. જો કે, ફ્લોર ટેસ્ટ દરમિયાન 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. આ ધારાસભ્યોએ ન તો પક્ષમાં સમર્થન આપ્યું ન વિપક્ષમાં સમર્થન.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા સદનમાં સર્જાયા અનોખા દૃશ્યો

જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના બે ધારાસભ્યો, રાજ ઠાકરેની પાર્ટી મનસેના એક ધારાસભ્ય અને CPI-Mના એક ધારાસભ્યએ કોઈને સમર્થન આપ્યું નહીં. ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જેથી ભાજપના 115 ધારાસભ્યો સદનમાં હાજર રહ્યા નહોતા.

READ  લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, 'લગ્નોનું રાજનીતિકરણ', હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી

શું છે બહુમતનો આંકડો

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ બેઠક 288ની છે. કોઈપણ પાર્ટીને બહુમત માટે 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. શિવસેનાના 56, NCPના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સાથે કુલ આંક 154 થતો હતો. આ તમામ ધારાસભ્યોએ સરકારના પક્ષમાં મત આપ્યો છે. આ સાથે નાની પાર્ટીના ધારાસભ્યોએ પણ ઠાકરે સરકારને સમર્થન આપ્યું હતું. જેમાં શિવસેના, કોંગ્રેસ, NCP સહિત સપાના 2, સ્વાભિમાની શેતકારીના એક, બહુજન વિકાસ અઘાડીના 3, PWPના એક અને 10 અપક્ષ ઉમેદવારોએ સમર્થન આપ્યું છે. જેમાં NCPના એક ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. જે કારણે 169 ધારાસભ્યોના જ મત પડ્યા હતા.

READ  VIDEO: બોર્ડ ઓફ નોમીનીઝન જ્જોની નિમણુંક કરવા માગ, શુક્રવારે વકીલો કરશે વિરોધ પ્રદર્શન

Sena,NCP,Cong issue whip to its MLAs directing them to remain present in Assembly ahead of floortest maharashtra vidhansabha ma bapore 2 vage shakti pradashan shivsena, ncp ane congress e whip jaher karyu

હા મેં શિવાજી મહારાજના નામે શપથ ગ્રહણ કર્યા હતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફ્લોર ટેસ્ટમાં પાસ થયા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હા મેં છત્રપતિ શિવાજી મહારાજના નામે અને મારા માતા-પિતાના નામ પર શપથ ગ્રહણ કર્યા હતા. અને જો આ કોઈ ગુનો છે તો હું ફરી કરીશ.

READ  VIDEO: વડોદરામાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનો દેખાવ, શહેરમાં ડેન્ગ્યુથી 7 લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફ્લોર ટેસ્ટ પછી NCP નેતા છગન ભુજબલે ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ છે કે, ચંદ્રકાંત પાટીલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments