મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1517 લોકોના મોત, વાંચો તમામ વિગત

Coronavirus: India's confirmed cases cross the 5 lakh mark

મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 2940 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યામાં સૌથી વધારે છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 44582 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વોરિયર્સ જેવા કે પોલીસ જવાન, હેલ્થ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે અને તે ચિંતાનો વિષય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાળાઓ શરૂ કરવા હિલચાલ, કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં શાળાઓ શરૂ કરે તેવી શક્યતા

maharashtra-gets-record-2940-corona-cases-in-a-single-day


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 63 લોકોના જીવ ગયા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1517 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ 1666 જવાન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના લીધે 18 પોલીસકર્મીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના 33277 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 12583 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. જ્યારે 30474 એક્ટિવ કેસ છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે.

READ  દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો : છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

મુંબઈમાં કોરોનાના કેસ 27 હજારને પાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના કેસ સૌથી વધારે છે. મુંબઈમાં 24 કલાકમાં નવા 1751 કેસ સામે આવ્યા છે. જ્યારે 27 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 27251 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ 1517 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે અને તેમાંથી 909 મોત મુંબઈમાં જ નોંધાયા છે.

READ  લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ

 

Oops, something went wrong.

 

 

FB Comments