મહારાષ્ટ્રની સત્તાનો જંગ હવે પહોંચ્યો સુપ્રીમકોર્ટમાં, જાણો ક્યારે થશે સુનાવણી?

મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવારની સાથે મળીને સરકાર બનાવી લીધી છે. આ મામલો હવે સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં માગણી કરાઈ છે કે રાજ્યપાલનો આદેશ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે ધારાસભ્યોનું સમર્થન લઈને સરકાર બનાવી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ

Maharashtra needed a stable govt not a 'khichdi' govt: Fadnavis after taking oath as Maha CM again

આ પણ વાંચો :   700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?

દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે જે આદેશ આપવામાં આવ્યો તે રાજ્યપાલના આદેશને રદ કરવાની માગણી શિવસેનાની અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલનો ચુકાદો અસંવિધાનિક, મનમાનીભર્યો, ગેરકાનૂની અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમકોર્ટ સવારના 11.30 વાગ્યે 24 નવેમ્બરના રોજ આ અરજી પર સુનાવણી કરશે. સંયુક્ત રીતે આ અરજી શિવસેના-કોંગ્રેસ અને એનસીપી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનને સરકાર બનાવવા માટે આદેશ રાજ્યપાલ આપે તેવી માગણી પણ કરવામાં આવી છે.

READ  23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

 

 

A'bad: Social worker from Kerala on hunger strike over construction of wall to hide slums from Trump

FB Comments