મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના 29 દિવસ પછી 10 કલાકમાં આ રીતે એક વખત ફરી ફડણવીસ સરકાર બની

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના 29 દિવસ પછી આજે સવારે ભાજપ અને NCPની સરકાર બની ગઈ છે. સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા. ત્યારે NCPના નેતા અજીત પવારને પણ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા.

તમને જણાવી દઈએ સત્તાનું સમીકરણ કેવી રીતે બદલાયું?

રાત્રે 9.30 વાગ્યે

શુક્રવાર રાત્રે 9.30 વાગ્યાની આસપાસ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પાસે સરકાર બનાવવાનો દાવો કરવા માટે પહોંચ્યા. ફડણવીસે તેમની પાસે 173 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. આ દાવામાં દેવેન્દ્ર ફડણવીસે 54 NCPના ધારાસભ્ય અને 14 અપક્ષ અને અન્ય ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કર્યો.

READ  હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

રાત્રે 12 વાગ્યે

રાત્રે 12 વાગ્યાની આસપાસ NCP ધારાસભ્ય દળના નેતા અજીત પવાર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પાસે NCPના 54 ધારાસભ્યોના હસ્તાક્ષર સહિતનું લિસ્ટ લઈને પહોંચ્યા. અજીત પવારે તેમનું સમર્થન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને આપવાનો પત્ર રાજ્યપાલને આપ્યો. NCPનું સમર્થન પત્ર મળ્યા પછી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી આ વાતથી સંતુષ્ટ થઈ ગયા કે દેવેન્દ્ર ફડણવીસની પાસે સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાત્ર 12.30 વાગ્યે

રાત્રે 12.30 વાગ્યે જ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં લોકતાંત્રિક સરકારના ગઠનનો રસ્તો સાફ કરવા માટે રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો નિર્ણય લીધો અને કેન્દ્રને રાજ્યમાં ગઠબંધન સરકાર બનવાની સ્થિતી બનવાની જાણકારી આપતા રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી.

READ  રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

સવારે 5.30 વાગ્યે

સવારે 5.30 વાગ્યાની આસપાસ રાજ્યમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાણકારી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આપવામાં આવી.

સવારે 6 વાગ્યે

સવારે 6 વાગ્યાની આસપાસ રાજ્યપાલે સવારે દેવેન્દ્ર ફડણવીસ સરકારને શપથ ગ્રહણ કરાવવાનો નિર્ણય લીધો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સવારે 6.30 વાગ્યે

READ  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જુઓ VIDEO

સવારે 6.30 વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મુખ્યપ્રધાન ફડણવીસની સાથે અજીત પવારના શપથગ્રહણ કરાવવાની અરજી મોકલવામાં આવી. અરજીમાં સવારે જ શપથગ્રહણ સમારોહ આયોજીત કરવાનું નિવેદન પણ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સવારે 8 વાગ્યે

રાજ્યપાલને ભાજપ તરફથી શપથગ્રહણની અરજી મળ્યા પછી જ રાજ્યપાલે સવારે 8 વાગ્યે ફડણવીસને મુખ્યપ્રધાન અને અજીત પવારને નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથ લેવડાવ્યા.

 

CM Uddhav Thackeray announces first list of crop loan waiver beneficiaries

FB Comments