ઠાકરે આલા રે…મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં એકસાથે દેખાશે આ નેતાઓ

maharashtra-government-uddhav-thackeray-assembly-oath-ncp-shiv-sena-congress

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ પહેલા તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પત્ની રશ્મી સાથે તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની આખીય આ રાજકીય હલચલમાં રાજ્યપાલની ભૂમિકાએ અનેક પ્રકારની ચર્ચા જગાવી છે. ત્યારે શક્યતા એ વાતની પણ છે કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી દેવાય. શિવસેનાએ કોશ્યારી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે મામલો થાળે પડતો જોઇને ઉદ્ધવ ઠાકરે શુભેચ્છા મુલાકાત માટે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

READ  વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉદ્ધવ ઠાકરે એ જ શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ કરશે જ્યાં શિવસેનાની સ્થાપના થઈ હતી. ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં દેશના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. સૂત્રો પ્રમાણે રાજ ઠાકરેને પણ આમંત્રણ અપાયું છે. સાથે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અશોક ગહેલોત, અખિલેસ યાદવ સહિત અન્ય નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જો કે, આ પહેલા એક ખાનગી ચેનલમાં સંજય રાઉતે નિવેદન આપ્યું છે. જેમાં PM મોદી અને અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રાહુલ ગાંધી આ શપથ સમારોહમાં હાજર રહેશે કે, નહીં. તે અંગે સસ્પેન્સ છે.

READ  શું તમે રૂપિયાની બચત નથી કરી શકતા? અપનાવો આ સરળ પદ્ધતિઓ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments