ઉદ્ધવ ઠાકરે અને પત્ની રશ્મી ઠાકરેએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાનના લેશે શપથ

maharashtra-government-uddhav-thackeray-assembly-oath-shiv-sena-ncp-congress-2

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તે પહેલા ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે રાજ્યપાલની મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે એ જ શિવાજી પાર્કમાં શપથ લેશે જ્યાં શિવસેનાની સ્થાપના થઈ હતી. મહારાષ્ટ્રમાં ઘણા લાંબા ડ્રામા પછી ત્રણ પાર્ટીનું ગઠબંધન થઈ ચૂક્યું છે અને ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાના મુખ્યપ્રધાન બનવાના છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તિહાર જેલ ખાતે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને મળવા પહોંચ્યા

તો બીજી તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભાના વિશેષ સત્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જે સાથે છગન ભુજબલ, અજીત પવાર, જયંત પાટીલ, બાલાસાહેબ થોરાટ સહિત અને ધારાસભ્યોએ શપથ લીધા છે. મહત્વનું છે કે, 1966માં જે શિવસેનાની સ્થાપના કરવામાં આવી તે, ઠાકરે પરિવારના સદસ્ય મુખ્યપ્રધાનની ખુરશીને શોભાવશે.

READ  સતત ઉડાન ભરી રહેલાં જાસૂસી વિમાનોએ ચીની સેનાના નાકમાં લાવી દીધો છે દમ, જુઓ PHOTOS


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગઈકાલે કોંગ્રેસ, શિવસેના અને NCPના નેતાઓ એકસાથે આવ્યા હતા. જેમાં ઉદ્ધવ ઠાકરેને સંગઠનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જે દરમિયાન પોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુખ્યપ્રધાનનું પદ કાંટાઓ ભરેલું છે. પરંતુ સાથે મળીને કામ કરીશું અને ખેડૂતોની સમસ્યાનું નિવારણ થશે.

READ  VIDEO: ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 42 થઈ, કેરળમાં ત્રણ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments