મહારાષ્ટ્રમાં શપથ સમારોહઃ NCP સાંસદ સુપ્રિયા સુલેએ તમામ ધારાસભ્યોનું કર્યું સ્વાગત

મહારાષ્ટ્રમાં સવારના 7 વાગ્યાથી ધારાસભ્યો અને નેતાઓ વિધાનસભા પહોંચી ગયા હતા. વિધાનસભામાં ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. જે ઉમેદવારો જીતીને આવ્યા છે તેઓ સૌ પ્રથમ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ વિધાનસભામાં તમામ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. આદિત્ય ઠાકરેને ગળે લાગીને સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન એક અજબનો સંયોગ પણ જોવા મળ્યો હતો.

READ  VIDEO: શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ અને અજીત પવારે ગુંડાગર્દી શરૂ કરી છે

આ પણ વાંચોઃ અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અજીત પવાર પણ વિધાનસભા પહોંચ્યા હતા. સુપ્રિયા સુલેએ પોતાના પિતરાઈ ભાઈ અજીત પવારનું પણ ગળે મળીને સ્વાગત કર્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ જ્યારે વિધાનસભા પહોંચ્યા તો, તમામ ઘટનાઓ એક તરફ છોડી સુપ્રિયા સુલેએ તેમનું પણ સ્વાગત કર્યું હતું. આ તમામ તસ્વીરો જોઈને એવું લાગી રહ્યું છે કે, કશું થયું જ નથી.

READ  VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગોંડલ કોલેજનો ડમીકાંડ કેસ, કોંગ્રેસ આગેવાન અને પ્રિન્સિપાલની ઓડિયો ક્લિપ વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments