સરકારી બાબુઓના બપોરના ભોજન માટે સરકારે સમયમાં ઘટાડો કરી દીધો, એક કલાકના બદલે માત્ર આટલી મિનિટ

મહારાષ્ટ્ર સરકારે પોતાના સરકારી બાબુઓ પર નવો નિયમ મુક્યો છે.. જેથી હવે એક કલાક સુધી ભોજન કરતા કર્મચારીઓએ અડધા કલાકમાં જ ભોજન કરીને કામે વળગવું પડશે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનો ભોજનનો સમય એક કલાકથી ઘટાડીને અડધા કલાકનો કરી દીધો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી કર્મચારીઓને ભોજન માટે એક કલાકનો સમય મળતો હતો.

 

READ  ભાજપને દેશ અને સંવિધાનની કોઈ ચિંતા નથી: કપિલ સિબ્બલ

આ પણ વાંચોઃ VIDEO: શાંત સ્વભાવના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સિવિલ હોસ્પિટલમાં ગુસ્સો ફાટ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે કેટલાક કર્મચારીઓ તો એક કલાક કરતા પણ વધારે સમય લેતા હતા. જેના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે.. હવે બપોરે કર્મચારીઓ જમવા પાછળ અડધો કલાક જ સમય વાપરી શકશે. વળી તમામ કર્મચારી એકસાથે ભોજન લેવા પણ નહીં જાય. એટલે કે અત્યાર સુધી જે સરકારી બાબુ લંચબ્રેકના નામે કામચોરી કરતા હતા તેમને ઝટકો લાગશે.

READ   બનાસકાંઠામાં ખેતી માટેના પાણીનું સંકટ, ખેડૂતો શરુ કરી શકે છે ફરીથી 'જળ આંદોલન

Top News Stories From Gujarat : 25-01-2020 | Tv9GujaratiNews

FB Comments