VIDEO: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

મહારાષ્ટ્રમાં એક-એક ઘડીએ રાજનીતિના નવા-નવા દાવ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતો માટે નિર્ણય કરી રહ્યા છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યો એક સાથે હોટલ હયાત પહોંચી રહ્યા છે. આ ત્રણેય વિપક્ષી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વનો સવાલ હોય તે પ્રમાણે તમામ હલચલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આવતીકાલે સંભળાવશે. જે પહેલા ત્રણેય પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરીને એક હોવાનો સંદેશો દેશભરમાં દેખાડી રહી છે.

READ  જાણો લોકસભા ચૂંટણી માટે કોણ હતા રાહુલ ગાંધીના સલાહકાર અને રણનીતિકાર

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!

CM દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોનું કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદથી નુકસાન માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર સાથે બેઠક યોજી હતી.

READ  ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, રાજ્યસભાની બેઠક માટે OBC અને પાટીદાર વચ્ચે જંગ

FB Comments