ખેડૂતોને આપઘાત ન કરવાની કવિતાનું શાળામાં પઠન કર્યા બાદ ઘરે પહોંચ્યો બાળક તો….

એક બાળકે પોતાની શાળામાં ખેડૂતોની આત્મહત્યા અને મુશ્કેલીને લઈ આશાવાદી કવિતા સંભળાવી હતી. પોતાની કવિતામાં ખેડૂતોને આત્મહત્યા ન કરવા માટે અપીલ કરતી રજૂઆત કરી હતી. બાળકની આ કવિતાને લઈ તમામ શિક્ષકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ કુદરતની ઈચ્છા જોઈને તમે પણ રડી પડશો. ખેડૂતનો આ દિકરો શાળાએ કવિતા પઠન કરીને ઘરે પહોંચ્યો. ત્યારે જે દૃશ્યો જોયા તેના પછી અવિરત તેની આંખમાંથી આંસૂ વહી રહ્યા છે.

READ  ગુજરાતનું ગર્વ એટલે કે ક્રિકેટર બૂમરાહ થયા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સીરિઝથી બહાર, પણ કેમ?

આ પણ વાંચોઃ વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું…નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

મહારાષ્ટ્રના અહમદ નગરમાં 27 ફેબ્રુઆરીના દિવસે ભાષા દિવસે એક ખેડૂત બાળકે ખેડૂતોને આત્મહત્યા ન કરવાની અપીલ સાથે કવિતા સંભળાવી હતી. અને જ્યારે શાળામાંથી ઘરે પહોંચ્યો ત્યારે દેવામાં ડૂબેલા ખેડૂત પિતાએ આત્મ હત્યા કરી લીધી હતી. બાળકના પિતા મલ્હારી પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

READ  ભાજપે દેશના આ રાજ્યોમાંથી ગુમાવી સત્તા, જાણો શું કહી રહ્યાં છે આંકડાઓ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂત મલ્હારી પટેલે પુત્રીના લગ્ન માટે નાણાં ઉધાર લીધો હતા. 33 લાખના દેવામાં ડૂબેલા મલ્હારી પટેલે પોતાના જીવનને ટૂંકાવી દીધું હતું. ત્યારે જે બાળકે ખેડૂતોને આપઘાત ન કરવાની કવિતા વાંચી તેના જ પિતાએ આ પગલું ભરતા બાળક દુઃખમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

 

 

FB Comments