મુંબઈ: ઘરે જવા બાંદ્રા સ્ટેશન પર મજૂરોની મોટી ભીડ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

Maharashtra: Huge crowd of migrant workers gathered outside the Bandra railway station in Mumbai

મુંબઈના બાંદ્રા સ્ટેશન ખાતે ઘરે જવા માટે મજૂરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. થોડીવારમાં જ સ્થિતિ એવી થઈ ગઈ કે પોલીસને ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. ટ્રેનમાં યાત્રા કરવા માટે 1 હજાર મજૂરોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. જો કે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ પહોંચી હતી. સ્ટેશનની બહાર અફરાતફરી જેવો માહોલ સર્જાઈ જતાં પોલીસે લોકોને ઘરે જવા માટે અપીલ કરી હતી. સામાન સાથે મહિલા અને બાળકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા. જો કે પોલીસ હવે લોકોને ઘરે મોકલવા માટે કામગીરી કરી રહી છે. આ સાથે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

READ  કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો : અમ્ફાન વાવાઝોડાના લીધે સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ, આ વિસ્તારોને કરાયા હાઈએલર્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments