મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ઃ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચશે

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ છે. પરંતુ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો NCPના અધ્યક્ષ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મળશે. મતલબ નેતાઓની નેતાગીરી સાથે બેઠક યોજાશે.

Image result for maharashtra politics

આ પણ વાંચોઃ તાલાલામાં જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રામાં ફાયરિંગનો VIDEO વાઈરલ

જો કે, માહિતી એવી આપવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં માવઠાના કારણે ખેતીમાં નુકસાનના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરવાના છે. અને રાહતની માગ સાથે આ દિલ્હીની મુલાકાત છે. જો કે રાજનીતિક ચર્ચા એવી છે કે, સરકાર ગઠન કરવાના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ મુલાકાત કરવાના છે.

READ  કોંગ્રેસ હવે ગુજરાતમાં વધુ 8 ઉમેદવારોની યાદી કરશે જાહેર, જાણો કોણ ક્યાંથી છે ચૂંટણીમાં મેદાનમાં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ NCPના અધ્યક્ષ સોમવારે દિલ્હી જઈ રહ્યા છે. સૂત્રોની માહિતી પ્રમાણે શરદ પવાર 11 કલાકે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. જો કે આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત વચ્ચે કોઈ આધિકારીક માહિતી સામે આવી નથી. જો કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉત અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે.

READ  વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં સરકાર બનશે અને ક્યારે બનશે….કોણ બનાવશે…શું પહેલી વખત કોંગ્રેસ અને શિવસેના એક સાથે આવશે. કે તમામ ડ્રામા બાદ શિવસેના અને ભાજપ શાંતિથી એકસાથે આવીને સરકાર બનાવશે. અને લોકો આ ડ્રામા પણ ભૂલી જશે. તે આગામી સમયમાં જાણ થઈ જશે.

READ  ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments