મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન!

શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ખૂબજ ગહન ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રો તરફથી માહિતી મળી છે કે, બેઠકમાં કૉંગ્રેસના 44 પૈકી 40 ધારાસભ્યો શિવસેનાને સમર્થન આપવાના પક્ષમાં છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બનાસકાંઠાના બજારમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6600, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બાદ કહ્યું કે- વર્કિંગ કમિટીની બેઠકમાં મહારાષ્ટ્ર પર વિસ્તાર પૂર્વક ચર્ચા થઈ છે. પરંતુ વધુ ચર્ચા માટે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓને દિલ્લી બોલાવવામાં આવ્યા છે. જેમની સાથે સાંજે ચાર વાગ્યે ફરીથી બેઠક મળશે અને અંતિમ નિર્ણય લેવાશે. ખડગેએ તમામ ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર પણ સોનિયા ગાંધીને સોંપ્યો છે.

READ  પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ ભાજપ-શિવસેના વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો. જે હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે. જેના કારણે મહારાષ્ટ્રમાં હવે નવા રાજકીય સમીકરણો રચાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસ શિવસેનાને સમર્થન આપશે કે કેમ તે હજુ એક મોટો સવાલ છે. પરંતુ શિવસેના ભૂતકાળમાં કોંગ્રેસને અનેકવાર મદદ કરી ચુકી છે. જે હકીકત છે.

READ  મુંબઈમાં ISISના નામે લખાણ બાદ હાઈએલર્ટ આપી દેવાયું, બ્રિજના થાંભલા પર અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો ખેલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. તાજ હોટલમાં તેમની આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. જેમાં સરકાર રચવા અંગેના મુદ્દા પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તો બીજીતરફ અજીત પવાર અને આદિત્ય ઠાકરે વચ્ચે પણ બેઠક યોજાઈ છે.

FB Comments