ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ઘાયલ મુસાફરને લેવા લોકો-પાયલટે અડધો કિમી ટ્રેન પાછળ દોડાવી!

maharashtra-loco-pilot-backs-train-for-500m-to-pick-injured-passenger-see-viral-video

મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાંથી એક મુસાફર પટકાયો હતો. જેને બચાવવા માટે લોકો પાયલટ (ટ્રેન ચલાવનારા)એ ટ્રેનને રિવર્સમાં દોડાવી હતી. લોકો પાયલટે આશરે અડધો કિલોમીટર ટ્રેનને રિવર્સમાં દોડાવી હતી. અને ઘાયલ મુસાફરને ટ્રેનમાં બેસાડી હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સાથે લોકો લોકોપાયલટની વાહ-વાહ પણ કરી રહ્યા છે. રેલપ્રધાન પીયૂષ ગોયલે પણ રેલ કર્મચારીને શુભેચ્છા સાથે વીડિયો Twitter પર શેર કર્યો છે.

આ પણ વાંચોઃ નવી મુંબઈમાં સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટના એક ફ્લોર પર લાગી આગ

રેલ અધિકારી અનુસાર મહારાષ્ટ્રના ભુસાવલ ડિવીઝનમાં પચોરા અને માહેજી સ્ટેશન વચ્ચે એક મુસાફર ટ્રેનમાંથી પટકાયો હતો. ટ્રેનના ગાર્ડે આ ઘટના પર ધ્યાન આપ્યું અને લોકો પાયલટને સૂચના આપી હતી. જે બાદ બેભાન વ્યક્તિને લેવા ટ્રેન અડધો કિમી રિવર્સ દોડાવી હતી.

READ  કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બચાવવા વરિષ્ઠ નેતાઓ મેદાનમાં, આ 2 નેતાઓને અપાઈ જવાબદારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments