મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન પંકજા મુંડેએ હવે ટ્વીટર પર ઊભો કર્યો હંગામો

Maharashtra ma BJP Na Neta Pankaja Munde E twitter Parthi Party nu Nam Dur Karyu

ફેસબુક પોસ્ટથી મહારાષ્ટ્રની રાજનીતિમાં હાહાકાર મચાવનાર ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન પંકજા મુંડેએ હવે ટ્વીટર પર હંગામો ઊભો કર્યો છે. પંકજાએ તેના ટ્વિટર બાયો પરથી પાર્ટીનું નામ હટાવ્યું છે. જે બાદ પહેલાથી ચાલી રહેલી અટકળો વધારે તેજ થઈ રહી છે કે, પંકજા મુંડે ભાજપ છોડી શકે છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પંકજા મુંડે પોતાના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડ સામે ચૂંટણી લડ્યા અને હારનું સામું જોવું પડ્યું છે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન લાગે તેનું ધ્યાન રાખો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

 

 

તો આ તરફ શિવસેનાના દાવા બાદ પણ સસ્પેન્સ વધી ગયું છે. શિવસેનાએ દાવો કર્યો છે કે, પંકજા મુંડે સહિત ભાજપના 10થી 12 નેતાઓ સંપર્કમાં છે. આપને કહી દઇએ કે પંકજાએ પહેલા ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે 8થી 10 દિવસમાં નક્કી કરશે કે તેણે ક્યો રસ્તો પસંદ કરવો. જેથી ટ્વીટર પરથી ગ્રામિણ વિકાસ પ્રધાનો ટેગ હટાવ્યા બાદ હવે વધારે અટકળો વહેતી થઈ છે.

READ  હરિયાણાના શહીદો જેટલા ગુજરાતના જવાનો પણ નથી...ભાજપ ન શિખવાડે અમને દેશભક્તિઃ દુષ્યંત ચૌટાલા

પકંજા મુંડે શા માટે નારાજ થયા. એ અંગે પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંકજાએ પાર્ટીના સીનિયર નેતાઓને ફરિયાદ કરી છે કે, તેઓ ચૂંટણી હાર્યા નથી પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. પંકજાએ આવી ઘણી વાતો સીનિયર નેતાઓને પુરાવા સાથે જણાવી છે. કેવી રીતે તેમને ચૂંટણી હરાવવા માટે કામ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંકજાની નારાજગી પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસથી છે. પંકજા મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની દીકરી છે. પંકજા વર્ષ 2009 અને 2014માં બીડ જિલ્લાના પરલી વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. 206 કરોડના ચિક્કી કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. પંકજા ભાજપના કદાવર નેતા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનની ભાણી છે. પંકજાએ ભાજપ યુવા મોર્ચાથી રાજકારણની શરૂઆત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments