મહારાષ્ટ્રમાં મંત્રી બનવાના લિસ્ટમાંથી અશોક ચવ્હાણનું નામ બહાર, આ નેતા લેશે શપથ

maharashtra-ma-mantri-banvana-list-mathi-ashok-chavan-nu-name-bahar-aa-neta-leshe-shapath

મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા કલાકમાં જ ઈતિહાસ રચાશે. NCP-કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધન સરકારમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવવા જઈ રહ્યો છે. જેનું આયોજન મોટા સ્તરે કરવામાં આવી રહ્યું છે.

Image result for ashok chavan

ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવાર તરફથી મુખ્યપ્રધાન બનનારા પ્રથમ સભ્ય છે. શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગ્યે ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ કરશે. તે સિવાય NCP, કોંગ્રેસ અને શિવસેના તરફથી 2-2 મંત્રી શપથ લેશે. જેમાં હવે મોટો ફેરફાર થયો છે. શિવાજી પાર્કમાં યોજાનારા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સમર્થકો આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

ઉદ્ધવ ઠાકરેની સાથે NCPના જયંત પાટિલ, છગન ભૂજબલ, કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ, નીતિન રાઉત અને શિવસેના તરફથી એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાંજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પિતરાઈભાઈ છે. થોડા વર્ષો પહેલા તેમને શિવસેનાથી અલગ થઈને તેમની પાર્ટી બનાવી લીધી હતી.

READ  "કોંગ્રેસ વેકેશનના મૂડમાં છે", ધારાસભ્યોના માઉન્ટ આબુ જવાને લઈને અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે કોંગ્રેસ તરફથી જે 2 મંત્રી શપથ ગ્રહણ કરવાના હતા, તેમાં મોટો ફેરફાર થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ હવે મંત્રી પદના શપથ લેશે નહીં પણ તેમની જગ્યાએ નિતિન રાઉત શપથ લેશે. કોંગ્રેસ તરફથી હવે બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત શપથ લેશે. બુધવારે જ EDએ આદર્શ સોસાયટી કૌભાંડની તપાસ શરૂ કરી દીધી હતી. કોલાબાની આદર્શ સોસાયટીમાં EDની ટીમ બુધવારે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

READ  સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના પાંચ દિવસ બાદ ભક્તો માટે ખુલ્યા દ્વાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર

FB Comments