મેડિકલના વિદ્યાર્થીનો વિચિત્ર કિસ્સો સાંભળીને તમે પણ કહેશો કે આવું તો ગર્લફ્રેન્ડ સાથે કોણ કરે, પોલીસે કરી લીધી ધરપકડ

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે આ વિદ્યાર્થીએ પોતાની ગર્લફેન્ડ પાસે મેડિકલ કોલેજની ફી માગી હતી. જેને લઈને મેડિકલના વિદ્યાર્થી વિરુદ્ધ ખંડણી અને છેતરપિંડીનો મામલો દાખલ થયો છે.

સમગ્ર મામલો જાણીને તમે પણ ચોંકી જવાના છો. ઔરંગાબાદ મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીએ ગત વર્ષે એડમિશન લીધું હતું. જ્યાં તેની ગર્લફેન્ડ પણ અભ્યાસ કરતી હતી. છોકરો અભ્યાસમાં હોશિયાર હોવા છતાં પહેલા વર્ષમાં જ નાપાસ થઈ ગયો. જેને લઈ 4 વર્ષના કોર્સમાં તેને બીજા વર્ષમાં એડિમિશન નહોતું મળ્યું.

READ  કોરોના વાઈરસની અસર એપ્પલ કંપનીની કમાણી પર, નહીં થાય સસ્તો ફોન લોન્ચ

આ પણ વાંચોઃ સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!

 

નાપાસ થયા બાદ છોકરો બહુ ગુસ્સે ભરાયો હતો. અને ખરાબ પરિણામનું જવાબદાર પોતાની ગર્લફેન્ડને માનતો હતો. અને પોતાના પહેલા વર્ષની ફી ગર્લફેન્ડ પાસે માગવાનું શરૂ કરી દીધુ. વારંવાર પોતાની ગર્લફેન્ડને ફીના રૂપિયા માટે હેરાન કરતો હતો. ગર્લફેન્ડે ફી માગવાની વાતને ધ્યાનબહાર કરી દીધુ. જેને લઈ છોકરાએ સોશિયલ મીડિયામાં પોતાની ગર્લફ્રેન્ડ વિશે અભદ્ર ટિપ્પણીઓ પોસ્ટ કરી દીધી. જે બાદ ગર્લફ્રેન્ડે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો.

READ  ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ
Oops, something went wrong.
FB Comments