મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરના નિર્ણય પછી આરે કોલોનીમાં મેટ્રોનું કાર્ય બંધ કરાયું

maharashtra-na-nava-cm-uddhav-thackery-na-aadesh-pachi-aarey-ma-metro-nu-work-bandh

મુંબઈમાં ચૂંટણી સમયે આરે મેટ્રો પ્રોજેક્ટને લઈ સમાજસેવકો અને પર્યાવરણ પ્રેમીઓ એકસાથે વૃક્ષ નિકંદન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ પ્રોજેક્ટના કારણે હજારો વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા. લોકોના આંદોલનામાં શિવસેના પણ મેદાને પહોંચી હતી. સાથે ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે, જો તેઓ સત્તામાં આવશે તો, આરે મેટ્રો પ્રોજેક્ટ અટકાવી દેશે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન બન્યાના પ્રથમ દિવસે જ આ વાયદો પૂર્ણ કરી દીધો. કાર્યભાર સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી.

READ  મહારાષ્ટ્ર: ભાજપ નેતા સુધીર મુનગંટીવારના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું કે શું રાષ્ટ્રપતિ ભાજપની મુઠ્ઠીમાં છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ સામનાએ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ પર સાધ્યું નિશાન, વડાપ્રધાન મોદીને ગણાવ્યા ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો કે, આરે મેટ્રો પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આરે મેટ્રો પ્રોજેક્ટના કારણે વૃક્ષોની હત્યા કરવામાં આવી રહી છે. તેથી હવે આ મુદ્દે સંપૂર્ણ અભ્યાસ કરશે. અને નિષ્ણાંતોની સલાહ લીધા બાદ જ આ મુદ્દે કોઇ નિર્ણય કરશે. એટલું જ નહીં તેમણે એવો પણ દાવો કર્યો કે, વિકાસ જરૂરી છે. પણ તેની સાથે પર્યાવરણને સાચવવાની પણ જવાબદારી આપણી જ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments