મહારાષ્ટ્રના પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ હેમરાજ શાહ સંપાદિત પુસ્તક ‘વાર્તાવિશેષ’નું વિમોચન કર્યુ

maharashtra na paryavaran ane pradushan pradhan Aaditya Thackeray e hemraj shah sampadit pustak varta vishesh nu vimochan karyu

મુંબઈ ગુજરાતી સમાજના ઉપક્રમે સોમવારે મંત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેમરાજ શાહ સંપાદિત પુસ્તક ‘વાર્તાવિશેષ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન મુંબઈના પર્યાવરણ અને પ્રદુષણ વિભાગના પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

Min Aditya Thackeray

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

મંત્રાલયની કેબિનનં 717માં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે હેમરાજભાઈ હાલતીચાલતી લાઈબ્રેરી જેવા છે. પ્લાસ્ટિક બંધની ચળવળ મેં શરૂ કરી ત્યારે હેમરાજભાઈ શાહે પ્લાસ્ટિક બંધ વિશે પુસ્તક પ્રસિદ્ધ કર્યુ હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  VIDEO: ISRO મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ

ત્યારે હેમરાજભાઈ શાહે કાર્યક્રમમાં જણાવ્યું કે અગાઉ મારા 49 પુસ્તક પ્રગટ થયા છે. આ મારૂ 50મું પુસ્તક છે. ત્યારે આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના નિર્માતા આસિત મોદી, અરવિંદ શાહ, ઉદય શાહ, ચીમન મોતા, નાગજીભાઈ રીટા, કનૈયાલાલ જોશી, દિવ્યાંશુ દેસાઈ, નયના શાહ, નિશા શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું તમામ સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યુ હતું.

READ  મુંબઈમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top News Headlines From Mumbai : 26-02-2020 | Tv9GujaratiNews

FB Comments