મુંબઈમાં કોરોના વાઈરસનો કાળો કેર, દર્દીઓની સંખ્યા 3 હજારને પાર

maharashtra-new-cases-mumbai-patients

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ બાજુ સૌથી ગંભીર હાલતમાં મુંબઈ શહેર છે કારણ કે દેશમાં સૌથી વધારે કેસ આ શહેરમાં છે. મુંબઈમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 3000ના આંકને વટાવી ગઈ છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીઓ 3032 નોંધાયા છે. આ આંકડો ચિંતાજનક છે અને તેના લીધે જ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Coronavirus: Around 50,000 China-Made PPE Kits Fail Safety Test At DRDO Lab

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  લો...હવે મોદી સરકારના બજેટ પર લાગી શકે છે ગ્રહણ, સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી જનહિત અરજી (PIL),જાણો શું છે દલીલ ?

મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કોરોના વાઈરસના દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 4666 થઈ ગઈ છે. આમ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જે કોરોના વોરિયર્સ છે તેમના કેસ પોઝિટિવ આવી રહ્યાં છે. પોલીસ જવાનો અને ડૉક્ટર્સના કેસ પોઝિટિવ આવે તો તંત્રને મોટો ફટકો લાગે છે અને કોરોનાની સામેની લડાઈ ધીમી પડે છે. છેલ્લાં 24 કલાકમાં જ કોરોના વાઈરસના નવા 308 દર્દીઓ એકલા મુંબઈ શહેરમાં નોંધાયા છે. આ જ સમયગાળામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ મોતની સંખ્યા મુંબઈ શહેરમાં 139 થઈ ગઈ છે.

READ  ચીનની સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સેના માટે સ્કૂલો ખાલી કરવા પણ ફરમાન

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આમ 3મે સુધી દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે પહેલાં 14 એપ્રિલ રાખવામાં આવી હતી.

Oops, something went wrong.

FB Comments