એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 3 હજાર પોઝિટિવ કેસ, ચીનને પણ પાછળ છોડી દીધું!

Maharashtra reports 167 deaths and 6368 new COVID19 positive cases Corona Maharashtra ma aaje nava 6368 case nodhaya 167 loko na mot

મહારાષ્ટ્રમાં રવિવારના દિવસે કોરોના વાઈરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રવિવારે કોરોના વાઈરસના નવા 3007 પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા 85,975 થઈ ગઈ છે. આ સંખ્યા ચીનના પોઝિટિવ કેસની સંખ્યા કરતાં પણ વધી ગઈ છે. ચીનના સરકારી આંકડા મુજબ 83,036 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જો કે ચીનના વુહાન શહેરથી જ કોરોના વાઈરસ દુનિયાભરમાં ફેલાયો હોય એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો :  ચીનની નવી ચાલ, એક તરફ શાંતિવાર્તા તો બીજી તરફ સૈનિકોને ભારે હથિયાર સાથે કર્યા તૈનાત!

READ  નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે

રાજધાની મુંબઈ બન્યું કોરોના વાઈરસનું હોટસ્પોટ
મુંબઈમાં કોરોના વાઈરસના વધતા જતાં કેસએ તમામ રેકોર્ડને તોડી નાખ્યાં છે. મુંબઈમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસની સંખ્યા 48 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં મૃત્યુઆંક 1638 થઈ ગયો છે. રવિવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી 91 લોકોના જીવ ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ મોતની સંખ્યા 3060 થઈ ગઈ છે.

READ  VIDEO: નવી શિક્ષણ નીતિ અંગે રાજ્ય સરકારની આજે પ્રથમ બેઠક, રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલ અંગે થશે ચર્ચા

 

maharashtra-overtakes-china-in-case-of-coronavirus-infection-
મરીન ડ્રાઈવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં હોવા છતાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. મુંબઈમાં છૂટ મળ્યા બાદ હજારો લોકો મરીન ડ્રાઈવ પહોંચ્યા હતા. રવિવારના રોજ મરીન ડ્રાઈવ પર લોકોનો જમાવડો થયો હતો અને આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ બની છે. જેમાં લોકો માસ્ક તો પહેરીને ફરી રહ્યાં છે પણ સોશિયલ ડિસ્ટવન્સિંગના નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

READ  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments