મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે યોજાશે બેઠક

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન બનાવવા પર અડગ રહેલી શિવસેનાનું એનસીપી અને કોંગ્રેસ સાથે સાથે મળીને સરકાર બનાવવાનું લગભગ નક્કી છે. અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. આજે શરદ પવાર અને સોનિયા ગાંધીની બેઠક મળશે જેમાં સરકાર રચવાને લઇ અંતિમ નિર્ણય પણ આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે ત્રણેય રાજકીય પક્ષોની બેઠકમાં કોમન મિનિમમ ફોર્મ્યુલા તૈયાર થઈ છે. અને આ ફોર્મ્યુલા ત્રણેય પક્ષોના મુખ્ય નેતાઓ પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે.

READ  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

આ પણ વાંચોઃ NDAમાંથી શિવસેનાને બહાર કર્યા બાદ સંસદમાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર પછી સંજય રાઉતે કહ્યું, ‘દિલ્હી કોઈના બાપની નથી’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ફોર્મ્યુલા મુખ્યપ્રધાન પદ શિવસેના પાસે રહેશે જ્યારે કોંગ્રેસ અને એનસીપી પાસે નાયબ મુખ્યપ્રધાનનું પદ રહેશે. તો પ્રધાન પદને લઈને પણ ત્રણેય પક્ષો વચ્ચે 14-14-12ની ફોર્મ્યુલા સામે આવી રહી છે. જેમાં શિવસેના અને એનસીપીના 14 પ્રધાનો હશે જ્યારે કોંગ્રેસને 12 પ્રધાન પદ મળશે. જો કે સત્તા માટે કટ્ટર હિન્દુત્વના હિમાયતી શિવસેનાને વીર સાવરકારને ભારત રત્ન અને મુસ્લિમોને પાંચ ટકા અનામતનો વિરોધ છોડવો પડી શકે છે.

READ  ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments