હાર બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થશે બળવો? પંકજા મુંડે કાલે કરશે શક્તિ-પ્રદર્શન

Maharashtra: 'Show of Strength' at Gopinath Gadh tomorrow on occasion of 'Swabhiman Divas'

ભાજપના વરિષ્ઠ નેતા પંકજા મુંડે પક્ષથી નારાજ છે અને નારાજ પંકજા મુડેએ ભાજપ સામે જ જાણે કે મોરચો માંડી દીધો છે. પહેલા તેમણે રાત્રે બાર વાગ્યે જાહેરાત કરી કે 12 ડિસેમ્બરે સ્વાભિમાન દિવસની ઉજવણી કરશે. આ બહાને તેમણે શક્તિ પ્રદર્શનના સંકેત પણ આપી દીધા તો શક્તિ પ્રદર્શનના જે પોસ્ટર્સ છપાયા તેમાંય પણ ભાજપનો ક્યાંય ઉલ્લેખ નહીં કરાતા ભાજપના આંતરિક રાજકારણ ગરમાવો આવી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં, પોઝિટિવ કેસની સંખ્યા 147 પહોંચી

આ પણ વાંચો :   BIG BREAKING : નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, શરણાર્થીઓને મળશે નાગિરકતા

તે હવે જગજાહેર થઈ ગયું છે કે પંકજા મુંડે પક્ષથી ભારે નારાજ છે. પહેલા મરાઠવાડામાં ભાજપની બેઠકમાં ગેરહાજર રહ્યા અને ત્યારબાદ તેઓ ભાજપની કોર કમિટીની બેઠકમાં પણ ન આવ્યા. કોર કમિટીના સભ્ય હોવા છતાં પંકજા મુંડે ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ફેસબૂક પર સ્વાભિમાન દિવસની ઉજવણીની અડધી રાત્રે જાહેરાત કરીને તેમણે ખુલ્લેઆમ ભાજપને પડકાર ફેંક્યો છે. તેમણે આવતીકાલે ગોપીનાથમાં કિલ્લામાં થનારી ઉજવણીને લઈને તેમના સમર્થકોને આહ્વાન કર્યું છે.

READ  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જ 5 વર્ષ માટે મુખ્યપ્રધાન હશે: સંજય રાઉત, જુઓ VIDEO

Maharashtra: 'Show of Strength' at Gopinath Gadh tomorrow on occasion of 'Swabhiman Divas'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ તરફ પકંજાની રેલીમાંથી ભાજપના પોસ્ટર્સ પણ ગાયબ થઈ ગયા છે. સ્વાભિમાન દિવસની ઉજવણી માટે લગાવાયેલા પોસ્ટર્સમાં ભાજપના કમળનું નિશાન પણ નથી. પરલીમાં લગાવાયેલા આ પોસ્ટર્સમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પીએમ મોદી, અમિત શાહ કે દેવેન્દ્ર ફડણવીસનો પણ ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો નથી.

FB Comments