જાણો કેમ 2 દિવ્યાંગ શિક્ષકોને બીજા માળેથી લગાવવી પડી મોતની છલાંગ? જુઓ VIDEO

મુંબઈ મંત્રાલયમાં દિવ્યાંગ શિક્ષકોનું પ્રતિનિધિમંડળ પ્રધાનોને મળવા માટે આવ્યું હતું. જોકે, સંબંધિત પ્રધાન ન મળતાં બે શિક્ષકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે મંત્રાલયમાં હોબાળો મચી ગયો હતો. મંત્રાલયમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. 300 દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથેની નોન-ગ્રાન્ટેડ સ્કૂલને ગ્રાન્ટેડ જાહેર કરવા સંબંધમાં પ્રતિનિધિમંડળ મંત્રાલયમાં સંબંધિત અધિકારી અને પ્રધાનને મળવા આવ્યું હતું.

READ  મુંબઈ : સંજય નિરૂપમે લોકલ ટ્રેનમાં ઉજવ્યો જન્મદિવસ, જાણી લોકોની સમસ્યાઓ

આ પણ વાંચો: દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

પ્રધાન સાથે મુલાકાત ન થતાં અમુક શિક્ષકો ઉશ્કેરાયા. તેમાંથી બે શિક્ષકોએ મંત્રાલયની ઈમારતના બીજા માળેથી કૂદકો મારી દીધો હતો. મંત્રાલયમાં અગાઉ પણ વારંવાર આવી ઘટનાઓ બની છે જેને પગલે અહીં સુરક્ષા જાળી લગાવાઈ છે, જેની પર આ બંને શિક્ષકો પડ્યા હતા અને તેને કારણે તેઓ બચી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CM વિજય રુપાણીએ લીધી ખારેકના ફાર્મની મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો વાર્તાલાપ, જુઓ PHOTOS

આ બંને શિક્ષકોની ઓળખ હેમંત પાટીલ અને અરુણ વેતોરે તરીકે થઇ હતી. આ બંને શિક્ષકોને પોલીસે બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બન્ને સામે આત્મહત્યાનો પ્રયાસ કરવા સંબંધે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાવામાં આવી હતી. બાદમાં તેમને જામીન પર છોડી મુકાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારત આ પગલુ ભરે તો વડાપ્રધાન મોદી માટે પાકિસ્તાનને ખોલવુ જ પડશે એરસ્પેસ?

 

FB Comments