મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યો. કહ્યું કે, જેમણે 10 વર્ષ સુધી અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે તે આજે જેલમાં છે. આજે કોઈ તિહાડ જેલમાં છે તો કોઈ મુંબઈની જેલમાં છે. પ્રથમ વખત મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેના અને PM મોદી એક સાથે પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા.

READ  ભાજપે દેશના આ રાજ્યોમાંથી ગુમાવી સત્તા, જાણો શું કહી રહ્યાં છે આંકડાઓ?

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને પણ મળશે સુવિધા

FB Comments