મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી

mahashivratri: somnath mahadev na darshan mate vehli savar thi j bhakto ni lambi kataro lagi

આજે મહાદેવનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ છે. ત્યારે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી છે અને મંદિર પરિસરમાં જય સોમનાથનો નાદ ગૂંજી ઉઠ્યો છે તો આજે રાત્રે 12 વાગ્યે મહા આરતી પણ યોજાનાર છે. ત્યારે આજે સોમનાથ સતત હરહર મહાદેવના નાદથી ગૂંજશે.

READ  ભરૂચઃ IDFC ફર્સ્ટ બેન્કના ATMમાંથી લાખોની ચોરી, જાણભેદુનો હાથ હોવાની આશંકા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લાખો ભાવિકો ઉમટ્યા. વહેલી સવારના 4 વાગ્યાથી સોમનાથ મંદિર ખુલ્લું મુકાયું હતું, જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો દોઢ થી બે કિલોમીટર લાંબી કતારોમાં ઉભા હતા. કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ પણ શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

READ  સુરતમાં ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયાની વરાછા પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશાવ્‍યવહાર લાભદાયી નીવડશે

FB Comments