ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે.

સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે.

સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામના કેદીઓ અઠવાડીયામાં 3 દિવસ સાંજે 7 થી 8 વાગ્યાના સમયે નવજીવન ટ્રસ્ટના પટાંગણમાં ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. 5 એપ્રિલ શુક્રવારના રોજ આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના પાકા કામના 4 કેદીઓ ભાગ લે છે.

READ  PM Narendra Modi addressing rally in Bijnor, Uttar Pradesh - Tv9 Gujarati

 

 

સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ કેદીને જેલની બહાર લઈ જવામાં આવતા નથી. પરંતુ ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને કેદીઓને નિયમમાો છૂટછાટ કરવામાં આવી છે.

Hyderabad rape-murder accused shot dead: ShivSena's Pradeep Sharma lauds police action | Tv9

FB Comments