કેમ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવાને કિડનેપ કરવા માંગે છે પ્રીતિ ઝિન્ટા?

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં તે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે દેખાય છે.

ફોટો શેર કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે તે ધોનીની પુત્રી ઝિવાની મોટી ફેન છે. પ્રીતિ ઝિન્ટાએ ફોટો શેર કરતા કેપ્શન લખ્યું કે કેપ્ટન કુલના ઘણાં બધા મારા સહિત ફેન્સ હશે પણ હવે હું તેમની પુત્રી ઝિવાની ફેન છું.

 

READ  ધોનીની કાર કલેક્શનમાં સામેલ થઈ વધુ એક કાર, કારની છે આ ખાસિયતો

મજાક કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું કે ધોનીને સાવધાન રહેવા માટે કહું છુ. હું ક્યારેય પણ ઝિવાને કિડનેપ કરી શકું છુ. પ્રીતિ ઝિન્ટાએ તેની સાથે એક ઈમોજી પણ બનાવ્યું હતુ. તેની સાથે પ્રીતિ ઝિન્ટાએ લોકોને પણ આ પોસ્ટ પર કેપ્શન આપવા માટે કહ્યું.

https://twitter.com/realpreityzinta/status/1125656942746071041

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝિવા સોશિયલ મીડિયા સ્ટાર છે. તેની કયૂટનેસના બધા જ લોકો દીવાના છે. ઝિવાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેત્તરમાં એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં તે બધાને મતદાન કરવાની અપીલ કરી રહી હતી.

READ  આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક, સરકાર બનાવવાને લઈ નિર્ણય લેવાઈ શકે, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments