ધોનીના ગ્લવ્સમાં એવું તે શું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે આ ગ્લવ્સ, જાણો કારણ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે. લોકો ધોનીના ગ્લવ્સને જોઈને થોડા હેરાન થઈ ગયા છે, સાથે જ તેના માટે ધોનીની વાહ વાહ પણ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ચાલી રહેલા વિશ્વ કપના મુકાબલામાં વિકેટકીપિંગ દરમિયાન ધોની પૈરા સ્પેશયલ ફોર્સના લોગો વાળા ગ્લવ્સ પહેરીને નજરે આવ્યા હતા. દર્શકોની નજર ધોનીના ગ્લવ્સ પર એ વખતે પડી જ્યારે તેમને આફ્રિકી બેટસમેન અન્જિલે ફેહલુકવાયોનું સ્ટંપિંગ કર્યુ. ધોનીના સ્ટંપિંગની પણ લોકો વાહ વાહ કરી રહ્યાં છે. ઘણાં લોકો આ સ્ટંપિંગને ધોનીનું બેસ્ટ સ્ટંપિંગ ગણાવી રહ્યાં છે.

 

READ  પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

ઉલ્લેખનીય છે કે ધોની પણ લેફ્ટનન્ટ કર્નલ છે. ધોનીને આ સન્માન વર્ષ 2011માં મળ્યું હતુ. ધોનીએ વર્ષ 2015માં પેરા બ્રિગેડની સાથે ટ્રેનિંગ પણ લીધી હતી. તેને લઈને પણ ક્રિકેટ ફેન્સની વચ્ચે ધોનીની પહેલા થી જ ચર્ચા રહી હતી.

 

Oops, something went wrong.
FB Comments