ધોની જેવો કોઈ નહીં : ધીર-ગંભીર ઇનિંગથી કાંગારૂઓને ધૂળ ચટાડવા સાથે પોતાના નામે કરી નાખ્યો આ ધમાકેદાર RECORD પણ

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે શરુ થયેલી વનડે સિરીઝની પહેલી જ મૅચમાં ફરી એક વાર મહેન્દ્ર સિંહ ધોનીએ ધીર-ગંભીર ઇનિંગ રમી અને ભારતને મૅચ જિતાડવા સુધી ક્રીઝ પર ઊભો રહ્યો.

 

ધોનીએ ટીમ ઇન્ડિયા જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હતી, ત્યારે નૉટઆઉટ 59 રનની દમદાર ઇનિંગ રમી. તેમણે 72 બૉલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા અને આ સાથે જ તેના નામે એક મોટો રેકૉર્ડ સ્થાપિત થઈ ગયો.

READ  રાજકોટઃ જિલ્લાની 523 શાળાને નોટિસ! માન્યતા માટે જરૂરી આધાર રજૂ ન કરતા DEOની કાર્યવાહી

ભારત ઑસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ વનડે જીત્યું, તો ધોનીની આખી શાનદાર ઇનિંગ અને કેદાર જાધવની ધમાકેદાર બૅટિંગના કારણે, પરંતુ મૅચ જીતતા પહેલા ધોનીએ જે પહેલો છગ્ગો લગાવ્યો, તેની સાથે જ ભારતીય ક્રિકેટ જગતનો SIXER KING બની ગયો. આ મૅચમાં ધોનીએ જે 1 છગ્ગો ફટકાર્યો, તેની સાથે જ ધોની વનડેમાં તેના 216 છગ્ગા થઈ ગયા. ધોનીએ રોહિત શર્માના 215 છગ્ગાનો રેકૉર્ડ તોડી નાખ્યો.

READ  અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

ટીમ ઇન્ડિયા તરફથી વનડે સૌથી વધુ છગ્ગા ફટકારવાની બાબતમાં ધોની અને રોહિત બાદ સચિન તેંદુલકર ત્રીજા સ્થાને છે કે જેમણે 195 છગ્ગા લગાવ્યા છે. ત્યાર બાદ 189 છગ્ગા સાથે સૌરવ ગાંગુલી ચોથા, 153 છગ્ગા સાથે યુવરાજ સિંહ પાંચમા અને 131 છગ્ગા સાથે વીરેન્દ્ર સહેવાગ છટ્ઠા સ્થાને છે.

જોકે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ શાહિદ આફ્રિદીના નામે છે. તેણે 351 છગ્ગા માર્યા છે, જ્યારે ક્રિસ ગેલ 305 છગ્ગા મારી બીજા સ્થાને છે.

READ  IPL 2019 FINAL: કોણ જીતશે આ વખતે IPLનું ટાઈટલ?
Oops, something went wrong.
FB Comments