શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય આ ખેલાડીના કહેવાથી બદલી નાખ્યો!

ધોનીના સંન્યાસને લઈને એક મોટો ખૂલાસો એક ખાનગી ન્યૂઝપેપરના અહેવાલમાં થયો છે. જેમાં એ પ્રશ્નનો જવાબ છે કે ધોની સંન્યાસ લેવા માગતા હતા તો કોણ એવું છે જેના લીધે તેઓ રોકાઈ ગયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

વિશ્વ કપ બાદ ધોની સંન્યાસ લેશે આવી વાતો વહેતી થઈ હતી. ધોનીએ પણ આ વાતને પોતાના અંગત મિત્રોને કહી રાખી હતી કે આ વિશ્વ કપ તેમના માટે આખરી હશે. ચેન્નઈમાં ધોનીના સાથે રમનારા તેમના ખાસ મિત્રએ પણ ખૂલાસો કરીને કહ્યું હતું કે ધોની આ વિશ્વ કપ બાદ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

READ  જમ્મૂ કાશ્મીર સરહદ પર સેનાના જવાનોનો જડબાતોડ જવાબ, 2 પાકિસ્તાની સૈનિક ઠાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે વાત એ છે કે આટલી અટકળો બાદ પણ ધોનીને ક્યાં એવા વ્યક્તિએ સંન્યાસ લેતા અટકાવી દીધા. ખાનગી ન્યૂઝપેપરના દાવા મુજબ કોહલીએ ધોનીને સંન્યાસ લેવાની ના પાડી હતી. કોહલીએ ધોનીને કહ્યું કે તેઓ એકદમ ફિટ છે અને ભારતીય ટીમ સાથે તેઓ આગામી ટી 20 કપ પણ રમી શકે છે. કોહલી એવું ઈચ્છે કે ધોનીની આગેવાનીમાં રિષભ પંત તૈયાર થાય. બાદમાં તેમની જગ્યાએ રિષભ પંતને લાવી શકાય. આમ કોહલીના કહેવા બાદ ધોનીએ સંન્યાસ લેવાનું ટાળી દીધું તેવું જાણવા મળ્યું છે.

READ  VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments