સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે દરમિયાન ધ્વજપોલ ઉભો કરવા જતા બંને કિશોરના મોત થયા હતા. દિલીપ રાણા અને ગણપત વળવાઈ નામના કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા ત્યારે બંનેના મોતને લઈને માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. જોકે સાથે સાથે લોકોમાં રોષની લાગણી પણ ફેલાયેલી છે. શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં આવી ઘટના બને તેવુ લોકો વિચારી પણ ન શકે. ધ્વજવંદન માટે શાળાના શિક્ષકોએ તમામ કામ કરવાના હોય, પોલ ઉભો કરવાની જવાબદારી શાળાની શિક્ષકોની હોય છે. પરંતુ આ શાળાના શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી ગયા અને તેમણે આ કામ માસૂમ બાળકોને સોંપી દીધું, જેનું પરિણામે બાળકોના મોત થયા છે.

READ  પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ટ્રાફિક નિયમ તોડવા પર હજારો રૂપિયા દંડ લેવાના સરકારના નિર્ણયની વિરૂદ્ધ રાજકોટવાસીઓ ધરણા પર બેસી ગયા

 

[yop_poll id=”1″]

FB Comments