VIDEO: ચોમાસું તો ગયું પણ પાણી તો ભરેલા જ છે! મહિસાગર પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી

Mahisagar: Farms waterlogged during monsoon yet to be cleared, farmers fear failure of winter crops

ચોમાસાની વિદાયના 15-15 દિવસ બાદ પણ મહિસાગર પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખરીફ સિઝન તો ધોવાઈ ગઈ છે. જો પાણી નહીં ઓસરે તો રવી પાક પર ખતરો ઉભો થવાની શક્યતા છે. મહિસાગરના નરોડા ગામના હજારો હેક્ટર ખેતરોમાંથી ચોમાસાની વિદાયના 15-20 દિવસો બાદ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં આજે પણ 10-10 ફૂટ ભરાયેલા પાણી છે. આ પ્રશ્ન આજ કાલનો નહીં 3 વર્ષથી ખેડૂતોનું ખરીફ પાક તો ધોવાઈ ગયો હવે રવી પાક પણ લેવાઈ તેવી સ્થિતિ નથી.

READ  Surat Tapi Riverfront project in a shambles - Tv9 Gujarati

આ પણ વાંચો: મોરબી: હળવદના સુંદરગઢ ગામ નજીક નદીમાંથી લાશ મળી આવતા ચકચાર

ખેડૂતોનું કહેવું છે કે એલ એન્ડ ટી કંપની દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે, જે કારણે પરિસ્થિતિ વિકટ બની છે. અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. લુણાવાડાના પ્રાંત અધિકારીએ સ્થળ પર જઈને તાત્કાલિક ઉકેલ શું લાવી શકાય તેની સમીક્ષા કરવા આશ્વાસન આપ્યું છે. જો તંત્ર દ્વારા ખેતરોમાંથી પાણી નહીં કાઢવામાં આવે તો ડાંગર, મગફળી અને સોયાબીનનો પાક તો નાશ પામશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  80થી વધુ મુસાફરોના જીવ જોખમમાં! એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments