શું તમારાથી ગુસ્સામાં કોઈને આમ કહેવાઈ ગયું, ‘હું તને જોઈ લઇશ’ ? DON’T WORRY, આ કોઈ ગુનો નથી

સામાન્ય રીતે આપણે કોઈની સાથે ઝગડા દરમિયાન ગુસ્સામાં આવીને કહી દઇએ છીએ, ‘હું તને જોઈ લઇશ’, પણ હવે આવું કહેનારાઓએ ડરવાની જરૂર નથી.

 

ગુજરાત હાઈકોર્ટે આ ‘હું તને જોઈ લઇશ’ વાક્યને આપરાધિક ધમકી માનવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે એક વકીલ વિરુદ્ધ દાખલ થયેલી FIRને અમાન્ય જાહેર કરતા આ ચુકાદો સંભળાવ્યો.

સાબરકાંઠા જિલ્લાના વકીલ મોહમ્મદ મોહસિન છાલોટિયાએ વર્ષ 2017માં પોલીસ કર્મચારીઓ સામે ‘જોઈ લેવા’ અને ‘હાઈકોર્ટમાં ઢસળી લઈ જવા’ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતાં. ત્યારથી આ વકીલ પોલીસને ધમકી આપવાના આરોપસર જેલમાં બંધ છે. પોલીસે છાલોટિયા વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

READ  રસ્તા પર વનરાજને હુમલાખોર થતાં તમે કયારેય ન જોયો હોય, જુઓ EXCLUSIVE વીડિયો

વકીલે આ એફઆઈઆરને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. સુનાવણી કરતા જસ્ટિસ એ એસ સુપેહિયાએ કહ્યું, ‘કોઈને જોઈ લઇશ કહેવું ધમકી નથી. ધમકી તે હોય છે કે જેનાથી પીડિતના મગજમાં કોઈ પ્રકારનો ભય પેદા થાય. આ કેસમાં આવી કોઈ વાત સામે નથી આવી રહી. આને અધિકારીને અપાયેલી આપરાધિક ધમકી ન સમજી શકાય.’

READ  ભારતનો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ તો આ દેશના વડાપ્રધાને ડુંગળી ખાવાની બંધ કરી દીધી

હકીકતમાં 2017માં વકીલ મોહમ્મદ મોહસિન છાલોટિયા જેલના લૉકઅપમાં બંધ પોતાના એક અસીલને મળવા ગયા હતાં. પોલીસે વકીલને કેદીને મળવાથી રોકી દીધા. આ મુદ્દે પોલીસ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ગુસ્સામાં વકીલે પોલીસ કર્મચારીઓને જોઈ લેવાની અને કોર્ટમાં ઢસળી લઈ જવાની ધમકી આપી દીધી. ત્યાર બાદ પોલીસે વકીલ વિરુદ્ધ સરકારી કામમાં વિઘ્ન નાખવા અને ઑફિસરને તેની ડ્યૂટી કરતા રોકવાનો કેસ નોંધ્યો હતો.

READ  ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

[yop_poll id=1689]

9 PM 9 Minutes; HM Amit Shah, Ravi Shankar Prasad & many other politicians light up diyas, candles

FB Comments