અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ છે. બપોરથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની મહેર થઈ છે.  અમદાવાદમાં વેજલપુર, સાયન્સ સિટી, જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલ, વાસણા, સરખેજ,મણિનગર,  શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુશળધાર વરસાદને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો વરસાદને લીધે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  મુકેશ અંબાણી પછી ભારતના આ ઉદ્યોગપતિએ તેમના નાના ભાઈનું દેવુ ચૂકવીને મોટી મુશ્કેલીથી બચાવ્યા

FB Comments