ટેલીકોમ કંપનીઓને મોટી રાહત, સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે સરકારે આપ્યો લાંબો સમય

નાણાકીય સંકટથી ઝઝૂમી રહેલી ટેલીકોમ કંપનીઓ માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે તમામ ટેલીકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે 2 વર્ષનો સમય આપ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારના આ નિર્ણયથી ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોને 42,000 કરોડ રૂપિયાની રાહત મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠક પછી આ જાણકારી આપી છે. તેમને કહ્યું કે ટેલીકોમ કંપનીઓને 2020-21 અને 2021-22 બે વર્ષ માટે સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે છુટ આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવસારી જિલ્લામાં કોરોનાના 4 પોઝિટીવ કેસ, પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે છે

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સ્પેક્ટ્રમની વિલંબિત ચુકવણી સમય વધાર્યા વિના બાકીના હપ્તામાં સમાન રીતે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના વિલંબિત ચુકવણી પર થતું વ્યાજ ચૂકવવાનું રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ટેલીકોમ કંપનીઓ હાલમાં ઘણા સંકટમાંથી પસાર થઈ રહી છે. AGR પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બે જુની ટેલીકોમ કંપનીઓ વોડાફોન, આઈડિયા અને એરટેલનું સંયુક્ત દેવું 74 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયુ હતું.

READ  Vodafone કંપનીના ગ્રાહકો માટે માઠા સમાચાર...કોઈપણ સમયે કંપની બિઝનેસ બંધ કરી શકે તેવી ચર્ચા!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વોડાફોન આઈડિયાને આ ક્વાર્ટરમાં 50,921 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ કોઈ પણ ભારતીય કંપનીને અત્યાર સુધી કોઈ એક ક્વાર્ટરમાં થયેલું સૌથી મોટું નુકસાન છે. ત્યારબાદ ટેલીકોમ ક્ષેત્ર સતત સરકારને રાહત આપવા માટે માગ કરી રહ્યું હતું.

 

Oops, something went wrong.
FB Comments