ગણતંત્ર દિવસ પર હુમલાનો હતો પ્લાન, સુરક્ષાદળોએ ઝડપી લીધા 5 આતંકવાદી!

major-terror-attack-averted-before-republic-day-5-jaish-terrorists-arrested-in-jk

ગણતંત્ર દિવસ પર હુમલો કરવાની ફિરાકમાં રહેલાં 5 આતંકવાદીઓને ભારતના સુરક્ષાદળોએ ઝડપી લીધા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે તમામ આતંકીઓ સંકળાયેલા હોય તેવી જાણકારી મળી રહી છે. જે આતંકીઓ ઝડપાયા છે તેમાં એજાજ અહમદ શેખ, ઉમર હમીદ શેખ, ઈમતીયાઝ અહમદ ચિકલા, સાહિલ ફારુક ગોજરી અને નસીર અહમદ મીરનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું રસ્તા પર નમાજ પઢતા વ્યક્તિનો વીડિયો ભારતનો છે? જાણો સાચી હકીકત
તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   પૂર્વ કપ્તાન ધોનીના 10 મોટા નિર્ણયોથી ભારતીય ક્રિકેટમાં રચાયા નવા ઈતિહાસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય સુરક્ષાદળોની મુસ્તેદ્દીની લીધે આ આતંકીઓ પકડમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં આ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈનપુટ આપવામાં આવ્યો અને તે બાદ 5 આતંકીઓને ઝડપી લેવાયા છે. પકડાયેલાં આતંકવાદીઓ 26મી જાન્યુઆરીના રોજ હુમલો કરવાની ફિરાકની હતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે.

READ  ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસે ગ્રેનેડથી હુમલો કરવાની ફિરાકમાં આતંકીઓ હતા. શ્રીનગર પોલીસે કાર્યવાહી કરીને આ આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલાં જ તેમને ઝડપી લીધા છે.

 

COVID19 patient toll touches 63 in Gujarat after 5 new cases reported today

FB Comments