અમદાવાદની કંપની બનાવશે દિલ્હીનું નવું સંસદ ભવન, જાણો શું હશે ખાસિયતો?

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે. 229 કરોડના ખર્ચે નવી સંસદની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

2020 સુધીમાં નવા સંસદભવન માટે કામ શરુ કરી દેવાશે. આ જે રિક્વેસ્ટ ફોર પ્રર્પોઝલ તૈયાર કરવામાં આવી છે તેમાં દેશ અને વિદેશની પ્લાનિંગ અને આર્કિટેક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની કંપનીને પસંદ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે આવેલી એચસીપી ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

READ  હવે અમદાવાદ RTOમાં નહીં મળે કાચૂં લાઈસન્સ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભૂતકાળમાં અમદાવાદમાં ઘણી ઈમારતો આ કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બિલ્ડીંગ, પતંગ હોટેલ, દેના ભવન વગેરેનો સમાવેશ થાય છે. ડિઝાઈનીંગક્ષેત્રે આ કંપની બહોળો અનુભવ ધરાવે છે.

READ  કુંભ મેળાથી સૌથી ચોંકાવનારી ખબર, કળિયુગમાં શહેરી LIFEથી કંટાળી 10 હજાર એન્જિનિયરો, ડૉકટરો, મૅનેજમેન્ટ એક્સપર્ટ્સ બન્યા નાગા સાધુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ નવા સંસદભવનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને 1000 સાંસદને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ દેશની રાજધાની ખુબસુરત હોય છે એટલા માટે આ નવા સંસદભવનને ખાસ કરીને આકર્ષક બનાવવામાં આવશે. દુનિયામાંથી પ્રવાસીઓ સૌથી વધારે ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જ આવે છે. આથી આ જગ્યા સુંદર બને તેવો પ્રયાસ રહેશે.

READ  યુવરાજ સિંહનું એક સપનું રહી ગયું અધૂરું, જુઓ VIDEO

 

 

 

Tv9 Exclusive: CCTV footage of BRTS bus accident that killed 2 youths near Panjarapole earlier today

FB Comments