Video: ગાયના છાણમાંથી બનાવ્યા કાગળ અને તેની અલગ-અલગ પ્રોડક્ટ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ લગભગ દરેક ખેડૂત પોતાની ખેતીમાં કરે છે. ખેતીની સાથે છાણનો ઉપયોગ ગામડાઓમાં ઘરના લીપણમાં પણ થાય છે. ગાયના છાણને સુકવીને તેનો બળતણ તરીકે ઉપયોગ વર્ષોથી સૌ કરી રહ્યા છે, પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિને વાત કરીશું કે જેમણે ગાયના છાણમાંથી કાગળ અને તેની અલગ-અલગ પ્રોડક્ટ્સ બનાવી છે.

READ  જંતુનાશક દવાનો છંટકાવ કરનાર ખેડૂતો સાવધાન! ખેતરમાં દવાના છંટકાવ કરનાર ખેડૂતથી થઈ એક ભૂલ અને થોડી ક્ષણોમાં જ 5 વર્ષના બાળકનું થઈ ગયું મોત, તમે ન કરતા આવી ભૂલ!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભીમરાજ શર્માનો મુખ્ય વ્યવસાય પ્રિન્ટિંગ પ્રેસનો હતો પરંતુ ગાય પ્રત્યેના પ્રેમના કારણે તેમને છાણમાંથી કાગળ બનાવવાની પ્રેરણા મળી. તેમણે વર્ષ-2015માં છાણમાંથી પેપર બનાવવાની શરૂઆત કરી. છાણમાંથી કાગળ બનાવવાની રીતની તેઓએ પેટન્ટ પણ કરાવેલી છે. છાણામાથી બનેલા કાગળની તેઓ કેરીબેગ, ડાયરી, કંકોતરી, કવર અને પેન સ્ટેન્ડ જેવી અનેક પ્રોડક્ટ્સ બનાવે છે.

READ  VIDEO: અડગ મન અને અથાગ પરિશ્રમના પરિણામરૂપે ગુજરાત અને દેશનું નામ રોશન કરનારા માનસી જોષી સાથે ખાસ વાતચીત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments