મલેશિયામાં હિન્દુ વિરુદ્ધ નિવેદન આપવા બદલ ભાગેડુ ઝાકિર નાઈક સામે કાર્યવાહી થશે!

ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈકની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. માહિતી અનુસાર મલેશિયામાં એક વિવાદીત નિવેદન આપવાના આરોપમાં નાઈકની પૂછપરછ થઈ શકે છે. નાઈકે થોડા દિવસ અગાઉ હિન્દુઓ મુદ્દે વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ મલેશિયાના નેતાઓ દ્વારા નાઈક પર કાર્યવાહીની માગણી કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ગીર જંગલમાં ધોધમાર વરસાદથી પાણી જાણે ધોધ સ્વરૂપે તાંડવ કરતુ હોય તેવા દ્રશ્ય સર્જાયા જમજીર ધોધના

 

નાઈકનું વિવાદીત નિવેદન

ઝાકિર નાઈકે કહ્યું કે, મલેશિયામાં હિન્દુઓ પાસે ભારતના અલ્પસંખ્યક મુસલમાન સમૂદાયથી વધુ અધિકાર છે. છેલ્લા ત્રણ વર્ષથી મલેશિયામાં રહેતા નાઈકના આ નિવેદનથી મલેશિયાની સરકાર નારાજ છે. જો કે મલેશિયા એક મુસ્લિમ બહુમતી દેશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રમત જગતની દુનિયાના સૌથી મોટા સમાચાર: ઓલિમ્પિક રમતમાં રશિયા પર પ્રતિબંધ, જાણો ભારતને શું થશે ફાયદો

મલેશિયાના એક મંત્રી મુહિદ્દીન યાસીને કહ્યું કે, નાઈક વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. સાથે કહ્યું કે, જે લોકો આ દેશની શાંતિને ડહોળાવાની કોશિશ કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મની લોન્ડ્રિંગનો કેસ

ઝાકિર નાઈક પર ભારતમાં મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. જે બાદ નાઈકે મલેશિયામાં શરણ લીધી છે. 2016માં નાઈક વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ થયો હતો. ઈડી દ્વારા ચાર્જસીટ પણ દાખલ કરાઈ છે.

READ  અમીરો પર ટેક્સ લગાવવામાં આ દેશ છે સૌથી આગળ, જાણો ટેક્સ લેવામાં ભારત કયા ક્રમ પર છે

[yop_poll id=”1″]

FB Comments